Ahwa|Dang: ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાંતંત્ર્ય પર્વ :
વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાશે
પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના હસ્તે કરાશે ‘ધ્વજવંદન'
(ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૪: ડાંગ જિલ્લામાં આગામી ૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, મુખ્ય મથક આહવા ખાતે આયોજિત કરાયો છે. જેમાં મુખ્ય મહેમાન કરીકે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા વિશેષ ઉપસ્થિત રહી ‘ધ્વજવંદન' કરશે.
જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ભદરપાડા અને સુબીર તાલુકાનો કાર્યક્રમ મોખામાળ ગામે યોજાનાર છે.
આ કાર્યક્રમના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું.
જેમાં જિલ્લા કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીએ પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, શિક્ષણ વિભાગ, માહિતી વિભાગ, આરોગ્ય વિભાગ, વન વિભાગ તેમજ આહવા, વઘઇ અને સુબિર તાલુકાના ત્રણેય મામલતદારશ્રીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને, કાર્યક્રમની કામગીરી ના આદેશ કર્યા હતા. કાર્યક્રમ સંદર્ભે તેમજ સંકલનમાં રહીને કામગીરી કરવા જણાવ્યું હતું.
આ બેઠક બાદ કલેક્ટરશ્રી સહિત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણિયાએ, સંબંધિત અધિકારીઓ સાથે કાર્યક્રમના સ્થળની મુલાકાત કરી હતી.
સ્વાતંત્ર્ય પર્વ અગાઉ તારીખ ૧૦ ઓગસ્ટ થી ૧૩ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા‘ કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમ સંબંધિત ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબીયાર, પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલીયા સહિતના જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
No comments: