Surat : પ્રખરતા શોધ કસોટીમાં સુરતના ૧૭૧ વિદ્યાર્થીઓએ બાજી મારી.

  Surat : પ્રખરતા શોધ કસોટીમાં સુરતના ૧૭૧ વિદ્યાર્થીઓએ બાજી મારી.

રાજયનાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત 9 ફેબ્રુઆરીનાં રોજ પ્રખરતા કસોટી. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે લેવામાં આવતી પ્રખરતા શોધ કસોટીમાં સુરતનાં વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાનાં જાહેર કરવામાં આવેલા મેરીટ લિસ્ટમાં પ્રથમ 1 હજાર વિદ્યાર્થીઓ પૈકી સુરતનાં 172 વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

પ્રખરતા શોધ કસોટીમાં સુરતના ૧૭૧ વિદ્યાર્થીઓએ બાજી મારી લેવામાં આવી હતી. જેમાં સુરતનાં 7552 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ-9 ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાલ લાવવા માટે પ્રખરતા શોધ કસોટી યોજવામાં આવી હતી. જેનું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. મેરિટના આધારે રાજ્યના પ્રથમ 1 હજાર વિદ્યાર્થીઓના મેરીટ લિસ્ટમાં સુરતના 172 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મેરીટ લિસ્ટમાં સમાવેશ પામેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક રૂપે 1 હજાર રૂપિયાનું ઈનામ તેમજ પ્રશસ્તિપત્ર અને ગુણપત્ર આપવામાં આવશે.

Post credit : ગુજરાત ગાર્ડિયન ન્યૂઝ

No comments:

Powered by Blogger.