Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.
Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.
ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.
માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી.
ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પટેલ સાહેબશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
જ્યારે તાલુકા કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરવા બદલ મહેસૂલ વિભાગનાં શ્રી વિરાલભાઈ પટેલ સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી ખેરગામ, શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ મામલતદાર કચેરી ખેરગામ, શ્રી શ્રેયસ જાદવ ક્લાર્ક મામલતદાર કચેરી વાંસદા, ખેરગામ તાલુકા પંચાયતના સતીષભાઈ પટેલ(ટી.એલ.એમ), અક્ષયભાઈ બી.પાડવી ( વર્કસ મેનેજર,PMAY ),
આરોગ્ય વિભાગના નિકેતાબેન પટેલ (ફિમેલ હેલ્થવર્કર વાડ -૨), દીપિકાબેન પટેલ (CHO, PHC તોરણવેરા), મુકેશભાઈ બારોટ ( પાયલોટ, 108 એમ્બ્યુલન્સ), રવિ પટેલ (EMT, 108 એમ્બ્યુલન્સ)
પોલીસ વિભાગમાં ઉષાબેન પટેલ (વુમન એ.એસ. આઈ. ખેરગામ પોલીસ સ્ટેશન ખેરગામ, દિવ્યેશભાઈ પટેલ (પોલીસ કોન્સ્ટેબલ ખેરગામ પોલીસ સ્ટેશન),આઈસીડીએસ ખેરગામ વિભાગમાં વનિતાબેન આહીર (સુપર વાઈઝર ચીખલી ઘટક -૨),પશુપાલન વિભાગમાં નીતિબેન પટેલ (પશુધન નિરીક્ષક, ધામધૂમા), શ્રી નેલ્સનભાઈ પટેલ (પશુધન નિરીક્ષક, નારણપોર),ફોરેસ્ટ વિભાગમાં ભૂમિન પટેલ (વનપાલ, ખેરગામ), Dgvcl વિભાગમાં કાંતિભાઈ પટેલ ( લાયન ઇન્સ્પેક્ટર તથા દિનેશભાઈ પટેલ ( ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ ), ખેતીવાડી વિભાગમાં કલ્પેશભાઈ પટેલ ( ગ્રામસેવક, સેજો જામનપાડા) તથા ત્વિશા પટેલ. ગ્રામસેવક, સેજો પાટી)ને પોતાના વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ અઘિકારીગણ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ પ્રાંત સાહેબે તાલુકાનાં તમામ અધિકારીગણ અને કર્મચારીઓનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરી તમામ કેડરના કર્મચારીઓ સાથે યાદગીરી રૂપે ગૃપ ફોટો સેશન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી સુમિત્રાબેન પટેલ, તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, તાલુકાનાં અગ્રણીઓમાં ચુનીભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડીસી બ્રાહ્મણકાચ્છ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ પી.એસ. આઈ. ગામીત સાહેબ, ખેરગામતાલુકા હેલ્થ ઓફિસરશ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈ, ડૉ .પૂજા પટેલ હેલ્થ ઓફીસરશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા, ખેરગામ નાયબ મામલતદાર સેહુલભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી ગમનભાઈ હુડકિયા, તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામજનો, તાલુકામાંથી પધારેલ આગેવાનો તેમજ વિવિધ કચેરીમાંથી પધારેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
No comments: