તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

September 22, 2024

  તાપી જિલ્લાના વિવિધ તાલુકામાં સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ હેઠળ શ્રમદાન કાર્યોક્રમ અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના અંધરવાડી દૂર ગામે સરપંચ શ્રી તેમજ ગ્રામજનો...

Posted by Info Tapi GoG on Sunday, September 22, 2024
_________________________________________

"સ્વચ્છતા હિ સેવા" કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા સાઇકલિંગ સ્પર્ધા યોજાઇ.... જિલ્લા કલેકટરશ્રી...

Posted by Info Tapi GoG on Sunday, September 22, 2024
_________________________________________________

સ્વચ્છતા હિ સેવા" -2024 જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદનના મુખ્ય ગેટ પાસે સ્વચ્છતા ડ્રાઇવ...

Posted by Info Tapi GoG on Sunday, September 22, 2024
____________________________________________

સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનની ઉજવણીના ભાગરુપે શ્રમદાન અંતર્ગત આજ રોજ ડોલવણ તાલુકાના એમોનિયા ગામે સેંગ્રીગેશન શેડ તથા...

Posted by Info Tapi GoG on Sunday, September 22, 2024
___________________________________________

સ્વચ્છતા હી સેવા”કાર્યકમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે કટાસવાણ ખાતેથી સ્વચ્છ ભારત મિશન-તાપીના...

Posted by Info Tapi GoG on Sunday, September 22, 2024

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

September 20, 2024

Dahod news : સરકારી ઈજનેરી કોલેજ, દાહોદના પ્રાધ્યાપકશ્રી ઇશાક શેખને પી. એચ. ડી. પદવીની એનાયત કરવામા આવી.

દાહોદ : સરકારી ઈજેનરી કોલેજ દાહોદના ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના પ્રાધ્યાપક ઇશાક શેખને ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પ્રોફેસર શેખ દ્વારા ઇલેક્ટ્રિકલ ઇજનેરીમાં " રોબસ્ટ સ્ટેટ એસ્ટિમેશન ફોર પાવર સિસ્ટમ બેસ્ડ ઓન પી એમ યુ એન્ડ સ્કાડા મેઝરમેન્ટ" વિષય પર ડો. ચેતન શેઠના માર્ગદર્શન હેઠળ ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી ખાતે સંશોધન કાર્ય રજુ કર્યું હતું. આ સંશોધન ઈલેક્ટ્રીકલ વિદ્યાશાખાના વિધાર્થીઓને નવી દિશામાં સંશોધન કાર્ય કરવાની ઉત્તમ તક પુરી પાડશે. પ્રોફેસર ઇશાક શેખને આ ઉપલબ્ધી માટે સરકારી કોલેજના આચાર્ય અને અધ્યાપકગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

September 09, 2024

                                   

Surat latest news: સાંસદ ધવલભાઈ પટેલના ઘરે સ્થાપિત ગણેશજીનું વિસર્જન: આદિવાસી થીમ પર યોજાઈ વિશાળ ગણેશ વિસર્જન યાત્રા

-------

આદિવાસી સંસ્કૃતિ અને વિવિધ યોજનાઓની થીમ સાથે કરાયું ગણેશ વિસર્જન

-------

લોકસભા દંડક અને વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના સુરત નિવાસ સ્થાને આયોજિત પાંચમા ગણેશોત્સવની વિસર્જન યાત્રા સુરતમાં યોજાઈ હતી. આદિવાસી થીમ પર યોજાયેલી વિસર્જન યાત્રામાં ડાંગ, વાંસદા, અનાવલ, તાપી, સોનગઢ, વલસાડ, કપરાડા, ભરૂચ એમ દ.ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા આદિવાસી સમાજના ૨૫,૦૦૦ થી વધુ લોકોએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.


 આદિવાસી સમાજના પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે ડાંગી નૃત્ય, ઘેરિયા, તુર, તારપો, ટીમલી જેવા નૃત્યો યાત્રામાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આગામી વર્ષથી શ્રી ધવલભાઈ પટેલ વલસાડમાં પોતાના કાયમી નિવાસ સ્થાનેથી ગણેશોત્સવનું આયોજન કરશે. 




વિસર્જન યાત્રામાં ભીલ સમાજ, વસાવા, હળપતિ, ગામીત, ધોડિયા પટેલ, ચૌધરી, કુકણા સહિત દરેક આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રાજ્યના સૌથી મોટા આદિવાસી ડીજે રોકી સ્ટારને પણ આમંત્રણ અપાયું હતું. સુરતનું પ્રખ્યાત ગાર્ડન ગ્રુપ પણ જોડાયુ હતું. 


લોકોએ આ અનોખી વિસર્જન યાત્રાને માણી અને આદિવાસી સમાજની કળા-સંસ્કૃતિથી માહિતગાર થયા હતા. યાત્રામાં એક પેડ મા કે નામ, નો ડ્રગ્સ, પ્રકૃતિ બચાવો, સેવ મધર અર્થ, કેચ ધ રેઇન જેવા વિષયોની કૃતિઓ સાથે લોકોને જાગૃત પણ કરાયા હતા




Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

September 03, 2024

 Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.


તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું.

જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે.

આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.
















Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

August 24, 2024

 Surat: અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; 

યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસના અવસરે અખંડ આનંદ કૉલેજમાં 'ગુજરાતી સાહિત્ય સભા'ના ઉપક્રમે વિધ્યાર્થીઓ દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને...

Posted by Information Surat GoG on Saturday, August 24, 2024

સહુ ચલો જીવતા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. ગુજરાતી ભાષાના મહાન કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે અને...

Posted by Information Surat GoG on Saturday, August 24, 2024

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

August 16, 2024

 Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.


ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા  દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી.

ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર  ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરવા બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પટેલ સાહેબશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

જ્યારે તાલુકા કક્ષાએ વિશિષ્ટ કામગીરી કરવા બદલ મહેસૂલ વિભાગનાં શ્રી વિરાલભાઈ પટેલ સર્કલ ઓફિસર, મામલતદાર કચેરી ખેરગામ, શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ મામલતદાર કચેરી ખેરગામ, શ્રી શ્રેયસ જાદવ ક્લાર્ક મામલતદાર કચેરી વાંસદા, ખેરગામ તાલુકા પંચાયતના સતીષભાઈ પટેલ(ટી.એલ.એમ), અક્ષયભાઈ બી.પાડવી ( વર્કસ મેનેજર,PMAY ), 

આરોગ્ય વિભાગના નિકેતાબેન પટેલ (ફિમેલ હેલ્થવર્કર વાડ -૨), દીપિકાબેન પટેલ (CHO, PHC તોરણવેરા),  મુકેશભાઈ બારોટ ( પાયલોટ, 108 એમ્બ્યુલન્સ), રવિ પટેલ (EMT, 108 એમ્બ્યુલન્સ)

પોલીસ વિભાગમાં ઉષાબેન પટેલ (વુમન એ.એસ. આઈ. ખેરગામ પોલીસ સ્ટેશન ખેરગામ, દિવ્યેશભાઈ પટેલ (પોલીસ કોન્સ્ટેબલ ખેરગામ પોલીસ સ્ટેશન),આઈસીડીએસ ખેરગામ વિભાગમાં વનિતાબેન આહીર (સુપર વાઈઝર ચીખલી ઘટક -૨),પશુપાલન વિભાગમાં નીતિબેન પટેલ (પશુધન નિરીક્ષક, ધામધૂમા), શ્રી નેલ્સનભાઈ પટેલ (પશુધન નિરીક્ષક, નારણપોર),ફોરેસ્ટ વિભાગમાં ભૂમિન પટેલ (વનપાલ, ખેરગામ), Dgvcl વિભાગમાં કાંતિભાઈ પટેલ ( લાયન ઇન્સ્પેક્ટર તથા દિનેશભાઈ પટેલ ( ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટ ), ખેતીવાડી વિભાગમાં કલ્પેશભાઈ પટેલ ( ગ્રામસેવક, સેજો જામનપાડા) તથા ત્વિશા પટેલ. ગ્રામસેવક, સેજો પાટી)ને પોતાના વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ અઘિકારીગણ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ પ્રાંત સાહેબે તાલુકાનાં તમામ અધિકારીગણ અને કર્મચારીઓનો આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કરી તમામ કેડરના કર્મચારીઓ સાથે યાદગીરી રૂપે ગૃપ ફોટો સેશન કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતનાં આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી સુમિત્રાબેન પટેલ, તાલુકા પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી લીનાબેન અમદાવાદી, તાલુકાનાં અગ્રણીઓમાં ચુનીભાઈ પટેલ, ખેરગામ મામલતદારશ્રી ડીસી બ્રાહ્મણકાચ્છ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ પી.એસ. આઈ. ગામીત સાહેબ, ખેરગામતાલુકા હેલ્થ ઓફિસરશ્રી પ્રજ્ઞેશભાઈ દેસાઈ, ડૉ .પૂજા પટેલ હેલ્થ ઓફીસરશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તોરણવેરા, ખેરગામ નાયબ મામલતદાર સેહુલભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્યશ્રી ગમનભાઈ હુડકિયા, તોરણવેરા ગામના સરપંચશ્રી સુનિલભાઈ સહિત ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ, ગ્રામજનો, તાલુકામાંથી પધારેલ આગેવાનો તેમજ વિવિધ  કચેરીમાંથી પધારેલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








































Powered by Blogger.